લાચાર બની એની સામે જોડી બેઠો છે તુ હાથ,
યાદ કર એના અસ્તિત્વને રહ્યો હતો તુ પડકાર,
ખુદને બ્રહ્મ માનનારો તુ બન્યો છે મૂર્ખાનો સરદાર,
જીવસૃષ્ટિનો દાટ વાળ્યો તે કર્યો વિનાશ અપાર,
મૂંગા પશુઓના પચાવ્યા તે હમેશા ઘરબાર,
પ્રદૂષણ ફેલાવતો નીકળ્યો તો મારવા તુ લટાર,
સતત સર્જતો રહ્યો ભૂલોની લાંબી હારમાળ,
જંગલોને કાપતો ગયો વધ્યો કોંક્રિટનો કાટમાળ,
મથતો રહ્યો સ્થાપવા તારા આધિપત્યનો ટંકાર,
વિજ્ઞાન તારુ આજે જોઈ રહ્યુ છે બની ફરી લાચાર,
તુજથી જ છે વિશ્વ એ માનવો છોડી દે વિચાર,
સામાન્ય છે તુ માનવી માત્ર રાખ એવો આચાર,
એ જ સત્ય છે એ જ સનાતન છે એ જ છે આ વિશ્વનો મૂળભૂત આધાર !!
- ઈશાન
#Right