કહે છે તું...
કહે છે તું જ્યારે મને તું છે ફકત મારો,
કસમ થી દીલ ચૂકી જાય છે ધડકવાનું એક વારો.
અંતરમન કરે છે બસ તારી જ આસ,
તારા સિવાય નથી લાગતું હવે કંઈ ખાસ,
મન માંગે બસ એક પળભર નો સાથ,
પછી ભલે ના મળે જીવવા જીવનભર સંગાથ.
આંખો સામે રહે નીરંતર બસ તારો જ ચહેરો,
દીલ પર તો દિવસ રાત બસ તું જ કરે પહેરો.
કહે છે તું જ્યારે તું પ્રેમી છે પાગલ દીવાનો,
કહીશ હું તારા માટે હું તો બસ એવો જ રહેવાનો.