Money Line Signs of Wealth and Money in Palmistry
હસ્ત રેખામાં આ રીતે જાણો કયા વર્ષમાં ધન પ્રાપ્તિ થશે
આજે હસ્ત રેખા સાથે જોડાયેલા એવા વિષય પર વાત કરવી છે, જેના વિશે લોકોએ ભાગ્ય જ વાંચ્યું હશે. આ વાત મસ્તિક રેખા અને જીવન રેખા સાથે જોડાયેલી છે.
જો તમારા હાથમાં મસ્તિક રેખા અને જીવન રેખા પર A બનતો હશે, તો તમે છો નસિબદાર. આ A જણાવશે કે તમને ક્યારે ધનની પ્રાપ્તિ થશે. પણ એ જાણવું જરૂરી છે કે આ એ કયા વર્ષમાં બને છે. આજે અમે અહીં આ વાત જણાવીશું. સમગ્ર વાત જાણો આગળ
તસવીરમાં દર્શાવેલ મસ્તિક રેખા અને જીવન રેખા ઉપર A ક્યારે બને છે તેના આધારે વ્યક્તિના જીવનમાં ધનપ્રાપ્તિના યોગ બને છે. જીવન રેખાને 100 વર્ષના આધારે દરેક 10 વર્ષના ગાળામાં વહેચી દીધી છે. હવે જો વ્યક્તિને 30ની ઉંમરે જીવન રેખા પર A બનતો હોય તો તે વર્ષમાં ધન પ્રાપ્તિ થઈ શકે છે. અને જો 40 વર્ષે A બનતો હોય તો તે વર્ષમાં ધન પ્રાપ્તિ થઈ શકે છે. વક્તિ પોતના હથેળીમાં એનો આકાર કયા વર્ષની આસપાસ બને છે તેના આધારે જોઈ શકે છે.
જો વ્યક્તિની હથેળીમાં A ન બનતો હોય તો તેનો અર્થ એ નથી કે વ્યક્તિને અચાનક ધન પ્રાપ્તિ નહીં થાય. ધનપ્રાપ્તિ સાથે અન્ય 10 નિશાન પણ હથેળીમાં છૂપાયેલા છે, તે વાંચો આ સ્ટોરીમાં: હથેળીમાં 10માંથી એક નિશાન હશે તો અચાનક ધનવાન બની જશો
હસ્ત રેખા એ ખૂબજ ગહનશાસ્ત્ર છે, તેની સાથે જોડાયેલી વાત કોઈ નિષ્ણાંત જ કહીં શકે છે. અહીં જણાવેલી બાબતો સાથે ઘણી વ્યક્તિ સહમત ન પણ હોય તે બની શકે છે. અમે હસ્ત રેખામાં રહેલી વાતો વાંચકો સમક્ષ લાવવાનો પ્રયાસ કર્યો છે.