લે હવે શ્વસતી , રૂહાની એક ખબર છે,
હું તું, તું હું એક જ અનોખી ખબર છે;
દ્વેત ની ભીડભાડ માં, ચગદાઈ ગયા છો,
અદ્વૈત અદ્વિતીય,અહેસાસની ખબર છે;
પ્રેમ માં હોવું સ્વભાવે, રંગરૂપ માં જોડાઈ,
અંતરંગ રાગમાં જ , અનુરાગી ખબર છે;
નયન ના દ્વારે પહોંચી, વાસી ગયું બારણું,
ભીતર ઝળહળતું કોઈ, જ્યોતિ ખબર છે;
દુઃખ ને દઈ દીધો, દેશવટો, અનાસક્તિમાં,
નિષ્કામ ભાવે નીપજ્યો, આનંદ ખબર છે;