છે ભૂત આ બધું , ખરેખર અદભૂત છે,
પંચભૌતિક ચેતના, આપણી સન્મુખ છે;
સમજ્યા કશું ને, કર્યું કશું અજ્ઞાન માં જ,
જુઓ જરા મન આપણા થી ઉન્મુખ છે;
ઓળખી લેવાની, મનની પડોજણ અહીં,
હું ને મારું ભાવ ,મમત્વ જીવન પ્રમુખ છે;
સંકલ્પ વિકલ્પે સંચર્યુ, મન વિષયો પ્રતિ,
અનૂકુળ પ્રતિકૂળ મન માં, સુખ દુઃખ છે;
આનંદ સ્વરૂપ છે આપમાં, જરા ખોળી લો,
પ્રેમાળ સંસ્પર્શ પામતું ,ખરે,અનંત સુખ છે.
વેગ અને આવેગ છે, સંવેદનનો નો વેગ છે,
ભાવની કસ્તી સંસારે, લાગણી નો વેગ છે;
ઈચ્છા ઓ ને ઓઢી ને , ફરતી રહે જીંદગી,
તૃષ્ણા માં તરબતર, મનની માંગ નો વેગ છે;