ક્વોરનટાઈનમાં એકલું કપલ
********
પતિ પત્ની બેય પૂરો દિવસ એક સાથે, ક્યાંય ગયા વગર એક બીજાની સામે ને સામે જ રહે તો?
એક અંગ્રેજી પુસ્તકમાં 40 વર્ષ પહેલાં વાંચેલું.
પુરુષ કહે, બધું 'તે' કહે એમ કરી ન શકીએ અને સામા ને સામા. સ્ત્રી કહે ઘર તો મારું રાજ્ય. તમે જોયા કરો. જોઈએ તો મને પણ.
ક્યાં વધુ સારું થઈ શકે ને અહીં શું થયું ના પુરુષના અભિપ્રાયો અને સ્ત્રીની જીદ કહો કે દ્રઢતા, ટકરાવ ચાલવા લાગ્યા.
(અમારા જમાનામાં આર્થર હેલી ની બુક આવતી. એમાં આવા સંજોગોમાં કપલ એકલું હોઈ ઝગડવે ચડી જાય, ખાસ મારામારી તો નહીં પણ શારીરિક ધક્કા પક્કા શરૂ. તેમાં કોઈ વસ્તુની ઝુંટાઝુંટ અને..
એમાં બેય..એક્સાઇટ.. બસ. આ સોસિઅલ સાઇટ છે. સમજી જવાનું શું ચાલેલું તે પછી લાઆઆ..મ્બો સમય!!