વિશાળ સુરપથ વિરાન કળાયું,
મઢેલ હતું જે તારલાએ રાતે...
ઊછળતા અર્ણવની રિક્તતા રડતી,
ભરતીના મદમાં મદહોશ જે હતી...
વૃદ્ધાશ્રમ ખરું ન્યાયાલય જણાયું,
ભર યૌવને માવતર મેલ્યા રઝળતા જેણે...
એકલતા મારી અમીયલ જણાઈ આજે,
તારા હિતે,એકલી તો મૂકી જ ને મઝધારે...
કોરા રણની લાય, કરાળ-ઝાળ ભાસતી,
આપણી "અનોખીપ્રિત " વગડે વંટોળાતી...