#Mummy
આજનો દિવસ ખાસ છે કારણકે તું ખાસ છે.. તારી યુવાનીનાં ફોટા જોઈને આજેય ફરિયાદ કરું છું કે હું તારા જેટલી સુંદર કેમ નથી?
Reshma Kazi
તારી કૂખમાં મળેલી અને તારા ખોળામાં મળતી સલામતી બીજે ક્યાંય નથી..વાળમાં આવી ગયેલી સફેદી અને અણધારી બીમારીઓ બીજું કાંઈ નહિ પણ તે અમારી પાછળ ઘસી નાખેલી તારી જાત છે..
તું તારા અધિકારનું પણ નથી માંગતી અને તારી મનમાની પણ નથી ચલાવતી એ વિશે મને હંમેશા ફરિયાદ છે..તારા માટે તું ક્યારેય જીવી જ નથી એ અફસોસ મને ખૂબ સતાવે છે,તું જે ના બની શકી તે મને બનાવવા હંમેશા મથતી રહી..તારા માટે પૂરી દુનિયા છોડી શકું છું કારણકે તું જ મારી દુનિયા છો..કિલો વજન ઉપાડીને થાકી જાઉં છું,નવ મહિના મને પેટમાં કઈ રીતે વેંઢારી એ વિચાર જ કંપારે છે.. તે આપેલું શિક્ષણ અને સંસ્કાર કોઈ યુનિવર્સિટી નથી આપી શકતી.. તું જ મારી આઈડલ અને તું જ મારી હીરો છે..તારો જ પડછાયો અને તારો જ અંશ છું,તું જે છે એ જ હું છું.
-Reshma Kazi