હારને જીતમાં ફેરવવાનો પ્રયત્ન તો કર!
તું ખુદને સાબિત કરવાનો પ્રયત્ન તો કર!
સામે ચાલી મળવા મંજિલ ખુદ આવશે,
સફરમાં આગળ વધવાનો પ્રયત્ન તો કર!
તારીય તસવીર થઈ જશે રંગીન મજાની,
તે અવનવા રંગો પૂરવાનો પ્રયત્ન તો કર!
આ નિરાશાનો અંધકાર પણ દૂર થઈ જશે,
ઉમંગની જ્યોત જલાવાનો પ્રયત્ન તો કર!
દુનિયા તો તને આપોઆપ સમજાય જશે,
અક્ષ ખુદને સમજવાનો પ્રયત્ન તો કર!