એ બીજે કશે થી આવી નથી,
જો, તારાં કને થી આવી નથી.
છે બીજે રાહત પણ છતાં,
એ બીજે કશે ની ફાવી નથી.
ના થાય લઇને ખોલ-બંધ,
છે મન, કશે ની ચાવી નથી.
આ ઘડી વેદના કેરી કેવી?
કે, ખુશી કશે થી લાવી નથી.
ન કરો આદત તમે મારી,
આ ટેવ, કશે થી સારી નથી.
છે 'અક્ષ', અમથી ખોટી નોટ,
જે કદી, કશે ય ચાલી નથી.