આખરી શ્વાસ ચુંટવા માંગે, આ જન્મારો છુટવા માંગે!
ટુકડે ટુકડા કરી નીજના, આ દિલ તો બસ તુટવા માંગે!
રાહ પર કોઈની રાહ પણ ના જોવે, એ તો ચાલ્યા કરે,
ખૂટે છે પહેલાથી જ, તેમ છતાંય ક્ષણો તો ખૂટવા માંગે!
ભૂલવાનું એ ભૂલે નહિ, ને યાદ રાખવાનું ભૂલી જવાય!
અહીં તો સૌ કોઈ મનુજ બીજાની ભૂલોને ઘૂંટવા માંગે!
'અક્ષ', એવા લોકોની હિંમત પણ દાદ દેવા જેવી છે,
બીજાનું વિચારવું તો દૂર અનલહકનું પણ ઝુંટવા માંગે!
થાય કોના પર, ને કોના પર ન થઈ શકે વિશ્વાસ અહીં?
બીજાની તો શું વાત કરવી? પોતાના પણ લૂંટવા માંગે!