કેટલીય વાર બસ એમ જ રડાવ્યો છે મને!
કે ફક્ત વાતો કરવાને પણ રિબાવ્યો છે મને!
મારાથી વાકેફ કેવો કરાવ્યો છે મને?
દોશ આપી ગુનેગાર ઠરાવ્યો છે મને!
કંગાળ ખુદ થયો દર્દની દોલત આપી,
શબ્દોની રમતથી તેં નવાજ્યો છે મને.
સદા તું જ રીસાઇ ને હું જ મનાવું એવું કાં?
એક ક્ષણય યાદ નથી કે તેં રિઝાવ્યો છે મને!
ખુશીથી કરી બેખબર, દુઃખો મારાં નામે કર્યા,
એમ તો ભરી આંખોયે પણ હસાવ્યો છે મને!
એક પણ ઘડી ના સોંપી તેં મુલાકાતની!
ને વિરહની વેદના વડે સજાવ્યો છે મને!
સપના રોપેલ મેં, હરિયાળીની આશ લઇ,
આભાર કે, ભડનિંદ્રાથી જગાડ્યો છે મને.
એવો વારો તારો પણ આવશે એકદિ,
ઝુકવાનું થશે, જેવો ઝુકાવ્યો છે મને.
તો તેજ બની તારી જ આંખો આંજીશ,
આ યાદ રાખજે, તેં જો બુઝાવ્યો છે મને.
- અક્ષ