તારાં સિવાય ક્યાંય રે'તું નથી,
કોઈ બીજાનું નામ લેતું નથી.
મારું છે છતાં મારું રહ્યું નથી,
મન મને કહે કે તારું રેવું નથી.
હર ઘડી કોઈ જીવે છે તુજમાં,
કે શ્વાસ નથી સાવ એવું નથી.
ને તુજ વિના જિંદગી છે એવું,
દિલ છે ને ધબકાર જેવું નથી.
બહું બધું બોલે છે અક્ષ છતાં,
આ મન મનની વાત કે'તું નથી.