આનંદ
ગરવી ગુજરાતણના ઘૂંઘટમાં હતો આનંદ,
આજ જીંસ પૅંટમાં પણ અેટલો જ છે આનંદ,
બાજરાના રોટલા ને રીંગણના ભડથામાંય હતો આનંદ,
આજના પીઝામાં પણ અેટલો જ છે આનંદ,
અોટલા પિરષદમાંય હતો આનંદ,
આજ િવભકત કુટુંબના િવરહમાંય છે આનંદ,
સાદગી ને સંતોષમાં હતો આનંદ,
આજ દેખાડાની દુિનયામાંય છે આનંદ,
માતૃભાષાના િશક્ષણમાં હતો આનંદ,
આજ અંગ્રેજી ભાષાના િશક્ષણમાંય છે આનંદ,
પારીવારીક પ્રસંગોમાંય હતો આનંદ,
આજ કીટી પારટીમાંય છે આનંદ,
વડીલોના વડપણમાં હતો અે આનંદ,
આજ સવતંતરતાની સરવાણીમાંય અે જ છે આનંદ