Gujarati Quote in Blog by kajal patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એ મારી સારી મિત્ર હતી....
બેસ્ટ ફ્રેન્ડ...
કે પછી એના થી એ થોડી વધારે...

એની વાતો જે હવે મારી ટેવ બની ગય હતી.

એની વાતો મા પસાર થય રહેલો સમય મને ગમવા લાગ્યો હતો.

એનું એ ભોળપણ એના સવાલો માં રહેલું એનું સ્મિત અને એની આંખો માં રહેલું એનું મૌન મને એના નજીક લઈ આવ્યું હતું..

ઘણા કારણો હતા એને ચાહી લેવાના પરંતુ અમારા સબંધ ને એણે એક સીમારેખા માં બાંધી રાખ્યો હતો...

અને એ સીમા ને એ ફ્રેન્ડ ઝોન કેહતી અને આ ઝોન માંથી આગળ નીકળવા નો ડર અને એને ખોઈ બેસવા ની બીક મન માં રહે છે...

પ્રેમ હતો એના થી...
ચાહત હતી એની...
મિત્રતા પછી એક ડગલું હું આગળ નીકળી આવ્યો છું...
પણ એ અને કહ્યું નથી...

જીવી લવું છું એની વાતો માં એના હાસ્ય માં , પ્રેમ છે એના થી અને એટલે જ એના થી આ વાત છૂપાવી છે...

એ એના ફ્રેન્ડ ઝોન માં રહી ખુશ છે અને હું એના હાસ્ય થી...
#bestfriend
#love
k@j@l

Gujarati Blog by kajal patel : 111361753
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now