#સાંભળો
એય...સાંભળને તેં જે રંગ લગાવ્યોને મને એ મારી રગેરગમાં વ્યાપી ગયો છે! ઉફ્ફ!આમ હસીને મૂક સ્વીકાર તારો આજ આખી રાત ઉજાગરો જ છે !લાલ ,લીલા,પીળા,પોપટી,કેસરી જાણે કેટકેટલા રંગો છે રંગાવા માટે પણ યુ નો..તારું આ રોમે રોમથી પ્રગટતું ,થોડું શરમાળ તો યે મુક્ત એવું હાસ્ય મારુ મન રંગીન બનાવવા પૂરતું છે! આ હોળી-ધૂળેટીનાં રંગો આપણાં સ્વપ્ન સાથે સંકળાય અને તું મારાં ઘરે આવીને આપણું ઘર બનાવે અને પ્રેમથી બોલે..એય સાંભળો ને !

-- Kuntal Bhatt

https://www.matrubharti.com/bites/111359646

Gujarati Thought by Kuntal Bhatt : 111359650

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now