અંધશ્રદ્ધા ને કોઇ સીમા નથી....
લોકોને મનમાં જે વિચાર આવે કે જે કંઇક લોકો તરફથી સાંભળે તેને એક મજબુત વિચાર બનાવીને અંધશ્રદ્ધાના નામે ખપાવી દે છે. આ કરવાથી તેમ થાય! ને આમ ના કરવાથી તેમ થાય!
બસ એક સાંભળે ને તે બીજાને જઇને સંભળાવે...
હોળી એ હિંદુ ધર્મનો પવિત્ર દિવસછે
જે ચુસ્ત ધાર્મિક લોકો તેને હર્ષભેર ઉજવતા ને મનાવતા હોયછે.
ઘણા દિવસોથી ભેગા કરેલા નાના મોટા લાકડા, ગાયનું સુકુ છાણ સાથે જુના વપરાયેલા બિનઉપયોગી કપડાં સાથે..સાથે ઉતરાયણની વધેલી ફાટેલી પતંગો આ બધુંય સગડું એક સાથે ભેગું કરીને હોળીના દિવસે સાંજના સમયે સારુ મુહર્ત જોઇને પુજા કરીને દેવી દેવતાના નામ સાથે તેને હર્ષઉલ્લાસ સાથે પ્રગટાવવામાં આવેછે
ઘરની સ્ત્રીઓ ઘેરથી થાળીમાં ખજુર ધાણી ને નાનો પૂજાપો લઇને તેના દર્શન માટે સૈ સાથે નિકળી પડે છે હોળીની પૂજા કરીને તેની ગોળ ગોળ પદ્ક્ષીણા પણ ફરતી હોયછે ખેડુતો ઘરમાં રહેલ ડાંગર કે બાજરીનો કોઇ નાનો પૂરો લઇને હોળીમાં સહેજ બાળીને તે પૂળો પોતાની ગાય ભેંસ કે બળદને પ્રસાદ રુપે ખવડાવતા હોયછે.
હોળીમાં નાખેલ આખે આખું બળેલ નાળિયેર લોકો ઘેર લાવીને પ્રસાદ રુપે ખાતા હોયછે.
આવી તો અનેક ધાર્મીક વિધીઓ હોળીના દિવસે થતી હોયછે જે વરસોથી ચાલી આવતી પ્રક્રિયાઓ છે પણ ગુજરાતના એક ગામમાં તો આજ પણ વર્ષોથી હોળી થતી નથી તેમજ તેને પ્રગટાવવામાં પણ આવતી નથી
તે ગામનું નામ છે રામેશ્વર...
એક માન્યતા પ્રમાણે ઘણા વરસો પહેલા ભગવાન રામે અહિ આવીને ભગવાન રામેશ્વરની પૂજા અર્ચના કરી હતી તેથી આ ગામનું નામ રામેશ્વર પડી ગયું છે..
લોક કહેવત છે કે હોળીના દિવસે અહિંના રાજાએ અહિ આવતા સાધુ સંતોનું ઘોર અપમાન કર્યુ હતું તેથી આ સાધુઓએ રાજાને એક એવો શ્રાપ આપ્યો હતો કે આ ગામમાં હોળીના દિવસે જો કોઇ હોળી બનાવીને પ્રગટાવાશે તો ગામના દરેક મકાનો બળીને ખાખ થઈ જશે છતાંય પણ લોકોએ આ સાધુઓના શ્રાપની અવગણા કરીને એક સમયે હોળીના દિવસે હોળી પ્રગટાવી હતી ત્યારે ખરેખર ગામના ઘણાખરા મકાનો ઓચિંતા ને નવાઇ પમાડે તેમ આગની લપેટમાં આવી ગયા હતા ત્યારથી આ બીકને કારણે ગામ લોક આજ સુધી આ ગામમાં કયારેય હોળી ઉત્સવ મનાવાતો નથી!
"ભગવાન સૈનુ ભલુ કરેછે ને આવા કપટી સાધુ સંતો લોકોનું નિકંદન કરેછે!"
હશે, ભગવાન સૈનુ ભલુ કરે...સારા લોકોનું પણ ભલું કરે ને ખરાબ લોકોનું પણ ભલું જ કરે.