ક્યા રંગથી રંગુ તને હવે રંગ પણ તારાં નામથી ઓળખાય છે.
ક્યાં શોધું હું તમને જ્યાં મારાં રંગ પણ લાગણીમાં વ્યક્ત થયેલા છે.
આ શમણાં પણ તને જોવા નયનો સાથે આતુર થયા છે.
ઘેરો રંગ લાગ્યો તારા પ્રેમનો જે મને લાલ કરી ગયો.
તારી રાહમાં જ રંગો મને રંગમાં એક મેકમાં ભેળવી ગયો
આ કેવી અસર થઈ જે ગુલાબી રંગમાં હું રંગાય.
હોળી તારી સાથે રમવામાં હું મિત્રોમાં મનમાની કરી ગઈ
તારાં જ સઁગ માં હું શજની આજે સાજનની શાયર થઈ .
એક તારા વિના હોળી રમવામાં હું સખીઓ સામે ઘાયલ થઈ.
મસ્તીની વાતોમાં હું તારા નામે કાયલ થઈ.
Happy holi😊
Writer gayatri Patel