વિધાર્થી ને ટીચર એ બંનેનો પ્રેમ એક મા ને સંતાન જેવો હોયછે જેમ એક મા પોતાના બાળકને પોતાની માતૃભાષા શીખવાડીને મોટું કરેછે તેમ એક ટીચર પણ વિધાર્થીને જીવનરુપી જ્ઞાન આપીને સમાજમાં આગળ લાવેછે આમ જોવા જઈએ તો આવો સંબંધ દરેક હોતો નથી પણ જયાં ને જે શાળામાં હોયછે ત્યા એક બંન્ને વચ્ચે લાગણી, પ્રેમભાવ, ને માયા લગાડે તેવો હોયછે ને તે જ સંબંધ અકબંધ કાયમી રહેતો હોયછે.
જયારે કોઇ દિવસ શાળામાં એક બાળકની ગેરહાજરી હોય તો ટીચર વારંવાર પુછ્યા કરેછે કે આજ આ છોકરી કેમ ના આવી! શું થયું હશે! બિમાર થઈ હશે! આમ ટીચરને તેના અંગે ઘણી ચિંતાઓ થયા કરતી હોયછે આવું કયારેક ટીચરની પણ ગેરહાજરી હોય તો વિધાર્થીઓને પણ ચિંતાઓ રહેતી હોયછે.
આને કહેવાય એકબીજા પ્રત્યેની લાગણી ને અટુટ પરેમભાવ...
બિહાર રાજયની એક શાળામાં એક દિવસ એક ટીચરનો વિદાય સમારંભ હતો એટલે કે તેમના રિટાયર્ડ થવાનો છેલ્લો દિવસ...
કારણકે સરકારી નોકરીઓમાં ઉંમર વધવાને કારણે અમુક ઉંમર પછી નોકરી કરી શકાય નહી
આથી તેમને વિદાય આપવા માન સન્માનનો શાળામાં સ્ટેજ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો સૈ બાકીના ટીચરો પોતપોતાનો અભિપ્રાયો માઇક ઉપર આપતા હતા આ ટીચર પણ સ્ટેજ ઉપર પોતાની ખુરશીમાં બેઠા હતા, તેમને પણ પોતાના શાળા અંગેના વિચારો ને અનુભવો રજુ કર્યા ત્યારબાદ છેલ્લે એક પછી એક દરેક વિધાર્થી હાથમાં ફુલ, બુકે કે હાર લઇને વારાફરતી ટીચરને સન્માન આપતા હતા..
ત્યારે દરેક વિદ્યાર્થીઓના આંખમાંથી આંસુ ટપ ટપ નીકળતા હતા સૈ કોઇ વિનંતિ સાથે કહેતા હતા કે સાહેબ પ્લીઝ તમે અમને છોડીને ના જાવ, જો તમે જતા રહેશો તો અમે સાવ તમારા વગર એકલા પડી જઈશું આમ કહેતા કહેતા સૈ વિધાર્થીઓ પોકે ને પોકે રડવા લાગ્યા પછી ખુદ ટીચરે તેમના માથે હાથ મુકીને આસ્વાશન આપ્યુ કે મારા બાળકો ભલે હું શાળામાંથી જઉછુ પણ તમારા દિલમાં તો હું કાયમ માટે જ છું તમને જયારે પણ મારી જરુર જણાય બસ મને એક સંદેશ આપી દેજો તો હું તરત શાળામાં આવીને ઉભો થઇ જઇશ.
બસ તમે નિરાશ ના થજો તમે બધા મારા દિલમાં જ છો હું તમને સદાય યાદ કરતો રહીશ ને વારંવાર મળતો પણ રહીશ, પણ તમે ઘણુ સારુ ભણજો ને તમારા માતા પિતાનું નામ ઉચું કરજો, શું કરું મારા બાળકો મારી નોકરી સરકારીછે ને સરકારી નોકરીમાં ઉંમર થાય એટલે વધુ નોકરી કરી શકાય નહી આ નિયમ દરેક સરકારી અધિકારીઓને પાળવો પડતો હોયછે જે આજે હું પાળી રહ્યો છું. અંતે બે ચાર શબ્દો બોલ્યા પછી ખુદ ટીચરની બંને આંખો પણ આંસુથી ભરાઇ આવી ને છેલ્લે આમ એક સૈની ગમગીની સાથે આ વિદાયનો કાર્યક્રમ અંતે પુરો થયો...