કારણ ના પૂછ આમ ઉદાસ થવાનું
બસ એક બેવફા સનમ જેવી છે
દર વખતે સતાવી જાય છે, જીંદગી
કારણ ના પૂછ આમ ખોવાઈ જવાનું
બસ એક માયાજાળ જેવી છે
દર વખતે ભરમાવી જાય છે, જીંદગી
કારણ ના પૂછ હારી જવાનું
બસ એક શતરંજની રમત જેવી છે
દર વખતે હરાવી જાય છે, જીંદગી
કારણ ના પૂછ આમ વિખરાઈ જવાનું
બસ એક પારા જેવી છે
દર વખતે વિખેરી જાય છે, જીંદગી
કારણ ના પૂછ આમ થાકી જવાનું
બસ એક સફર જેવી છે
દર વખતે વિતી જાય છે, જીંદગી
-કિંજલ પટેલ (કિરા)
#Life