શીર્ષક "પૂંછડી"
હેતાર્થ એના પપ્પાને કહેતો હતો ,"પપ્પા પેલી વખતે કબુતરની પાંખ કપાઈ હતી તો વિચારેલું કે આ વખતે પતંગ નહીં જ ચગાવું પણ સવારે ઉઠીને આકાશ રંગબેરંગી દેખ્યું તો રહેવાયું નહીં એટલે વિચાર્યું પતંગની પૂંછડીએ લાંબી અવાજ કરતી પૂંછડી લગાવી પતંગ ચગાવું તો પંખીઓ પણ દૂર રહે અને..." પપ્પાએ વાત કાપતા કહ્યું,"પંખીઓ તો પતંગથી દૂર રહેશે પણ દોરી.....એ એમને ક્યાંથી દેખાશે ?" તરત હેતાર્થનો પતંગ ફંગોળાયો અને બુમ સંભળાઈ... "એઈ કાયપો છે...."
- સંકેત વ્યાસ (ઈશારો)
#પતંગ