#ચહેરો
એમ કંઈ અમસ્તાં જ ગઝલ લખાય છે?
શબ્દોનાં રસધારથી કાગળ ભીંજાય છે.
રહે છે એ મારાં હૃદયની ધડકન બનીને,
દરેક ધબકારે નામ એનું જ સંભળાય છે.
છુપાવુ તને પાંપણનાં આવરણ પાછળ,
દરેક પલકારે ચહેરો તારો દેખાય છે.
ઓસનાં સ્પર્શથી શરમથી મલકાયું પુષ્પ,
પ્રતીતિ તારા પ્રેમની એવી જ થઈ જાય છે.
કેમ રહી શકાય દૂર ક્ષણિક પણ તારાથી,
ઈશ પાસે ભવોભવ સાથ તારો મંગાય છે.
તરૂ મિસ્ત્રી...