અંકિત હોય છે..
એના ચેહરા પર એના હૃદયની દરેક વાત અંકિત હોય છે,
ફૂલો જેવી એ ઘણી નાજુક છે, એ વાત અંકિત હોય છે.
સાંભળીને લાગે કે ગજબ છે એની વાણીમાં મીઠાસ,
જાણે એમાં રસઝળતા ફળોની આખી નાત અંકિત હોય છે.
ખીલી ઊઠે છે ચહેરો એનો જોઈને દિલોની ખૂબસૂરતી,
ત્યારે લાગે કે એના પર આખેઆખી પૂનમની રાત અંકિત હોય છે.
નાની નાની વાતે બાળકની જેમ મુક્ત મને ખડખડાટ એનું હસવું,
લાગે છે એના હાસ્ય ઉપર પ્રકૃતિની સૌગાત અંકિત હોય છે.
વલોવાઈ જાય છે હૈયું એનું દુઃખ દર્દ જોઈને દુનિયાના,
કહે છે કે આવા લોકોમાં ઈશ્વરની થોડી જાત અંકિત હોય છે
©શેફાલી શાહ
#ચહેરો