અજબ અનોખીપ્રિત, ગજબ એની વ્યથા,
દલડાંની વાતો, રાખી દલડેં જ ધરબાવી છે...
યૌવન બન્યું નાદાન, ને પ્રિત રહી તનહા,
વિરહની તો સદિઓથી ચાલી આજ પ્રથા છે...
એક હસતું રહેતું, બીજું રડીયે ના શકતું,
જાત કાંધે ઉઠાવવું પડતું આ સ્વ શવ છે...
યત્ન મળવાના કરું છું આજેય અવિરત,
છતાંય તારું મૌન, આની એક હેરાની છે...
પ્રેમના પાખંડ તો ચાલી રહ્યા ચોરે-ચૌકે,
પણ ક્યાં આજે પ્રિત,કમલ દિવાની છે...