તુ પ્રણયની રાહ જોવે તો એ નકામુ રહેશે,
કહે તો રંગોની ફાટ ભરી ફાગણ લઈ આવુ,
તુ સમણાનુ વાદળ બાંધી બેસે એ નકામુ રહે,
કહે તો નવરંગી પિચકારી પ્રેમની ભરી આવુ,
તુ ચાંદલા જેવડી રીતમા માને એ નકામુ રહેશે,
કહે તો ગુલાલ રંગી જોબનીયે રંગવા આવુ,
તુ મૌસમને પોતાની પોથી માને તો નકામુ રહેશે,
કહે તો ફાગણ ફાલ્યા રંગો ભરી ભરીને આવુ,
તુ મધુર ઓવારણા હરેક ક્ષણ ચાહે નકામુ રહે,
કહે તો હરદમ મધુર્ય રુતુંભરાને લઈને આવુ,
-વિજય__vp❤