શબ્દોનો શમિયાનો
આ છે મારા શબ્દોનો શમિયાનો
જ્યાં પ્રેમ અને લાગણી ની મુલાકાત
સાથે શબ્દ અને અર્થ ની વાત
જ્યાં જ્ઞાન અને પારંગતતા ની મુલાકાત
સાથે સાહસ અને સફળતા ની વાત
જ્યાં પક્ષી અને નભ ની મુલાકાત
સાથે કુશળતા અને હિંમત ની વાત
જ્યાં માછલી અને સમુદ્ર ની મુલાકાત
સાથે જઝબાત અને ઉંડાઇ ની વાત
જ્યાં પગ અને ધરા ની મુલાકાત
સાથે એકતા અને અખંડિતતા ની વાત
જ્યાં તારી અને મારી નહીં પણ આપડી મુલાકાત,
સાથે સંવેદનાના સરનામાની વાત...!