કાન્હા તું યાદ કરીશ અને હું આવીશ...
આવી ને તારી યાદોમાં સંતાઈશ....
ન મળી શકી જો તને રુબરુ તો,
તારા હૃદયના ધબકારમાં સમાઈશ..
ન વાતો કરી શક્યા ક્યારેય આપણે તો,
તારી વાતો યાદ કરીને મલકાઈશ...
યાદ કરી તારો મધુર અવાજ,
હું સપના ની દુનિયામાં ખોવાઈશ..
નિહાળી તારું સુંદર મુખડું ,
હું મારા મનમાં જ હરખાઈશ...
જોઈ તારી પ્રેમાળ નજરોને,
હું લજ્જા થી શરમાઈશ...
તું ભુલી તો નહીં જાય ને મને,
એ વિચાર માત્ર થી ગભરાઈશ...
ભુલતો નહીં ક્યારેય મને,
બસ આ એક જ છે ફરમાઈશ..
આશકા શુક્લ "ટીની"