✍️
શબ્દો મારા હશે અવાજ તારો હશે
વિચાર મારા હશે યાદ તારી હશે
આંખો મારી હશે જોતી તને હશે
હોઠ મારા હશે વાત તારી હશે
હાથ મારો હશે વીંટી તારી હશે
શરીર મારું હશે સુવાસ તારી હશે
આદત મારી હશે જે ગમતી તને હશે
સ્મિત મારું હશે કારણ તું હશે
સપના મારા હશે જેમાં તું હશે
કવિતા મારી હશે વાત તારી હશે
*SoDh*