ચાલ તુ બનીજા મારી સુતરફેણી
ને હું બનું તારો રસગુલ્લો !
ચાલ કરીયે મધુર ચાસણીમાં
પ્રેમને થોડો અધખૂલ્લો !
હાથમાં હાથ નાખીને ચાલીએ
ને શોધીએ બન્નેનો એક રસ્તો !
તું બની જા મારી ગુલાબડી,
ને હું બનું તારો ગુલદસ્તો !
તુ જો રિસાઈને તો હું મનાવુ
કોઈ ન કહે ચાલ ખસતો !
ન દઉં તને ક્યારેય રડવા હુ
ને તુય રાખે મને કાયમ હસતો !
ચાલ બનીજા મારી તારલડી
હું બનું તારો ચાંદલુડો !
ચાલ કરીયે શીતળ ચાંદનીમાં
પ્રેમને થોડો અધખૂલ્લો !
-પિયુષ કુંડલીયા