📗
➖➖➖➖➖➖
🍬"ચોકલેટ"🍬
ચોકલેટ ડે ના દિવસે હું તને ચોકલેટ નહીં આપું
કેમ કે ચોકલેટ ની મીઠાશ થોડી જ પળો જીભ પર રહે છે
ચાલ હું તારા જીવન માં
જીવન પર્યંત માટે મીઠાશ ભરી દઉં
આપું તને જીવનભર ના મીઠા સંસ્મરણો
તું હર એક પળે મોગરા ની જેમ મહેકી શકે
ઘેઘુર વડલા ની જેમ પ્રસરી શીતળતા વરસાવી શકે
મીઠાશ ની ખુશ્બુ તારા રોમેરોમ માં પ્રસરી જય
રાત રાણી ની જેમ મહેકી શકે
મુસીબત માં પણ તું હિમાલય ની જેમ અડીખમ રહી શકે
મોરલા ની જેમ ટહુકી શકે પંખી ઓ ની જેમ ચહેકી શકે
પતંગિયા ની જેમ ઉડી શકે
હવા જેવો તરવરાટ રહે તારા માં
એવી મીઠાશ ભરી દઉં જીવન માં
વૃક્ષ અને વેલડી જેવા આપણાં સંબંધો
મીન અને જળ જેવા આપણાં સંબંધો
ઉષ્મા ના ઘૂઘવતા મહાસાગર જેવા આપણાં સંબંધો
એક બીજા ના પૂરક આપણે તો
એવી મીઠાશ એવો પ્રેમ જે કાળમીંઢ પથ્થર ને પણ પીગળાવી શકે
ચાલ તારા જીવન માં આજે મીઠાશ ભરી દઉં
મારા પ્રેમ ની રોશની થી
તારું જીવન ઝળહળતું કરી દઉં
ચાલ તારા જીવન માં એટલી મીઠાશ ભરી દઉં
મારી ગેરહાજરી માં પણ તું આંખ બંધ કરીને
મારી ઉપસ્થિતિ ની અનુભૂતિ કરી શકે
એવા મહામુલા સંસ્મરણો તને દઈ જાઉં
લૂંટાવી દઉં મારા હૃદય ની બધી અમીરાત તારા પર
તને જગત નો શહેનશાહ હોવા ની અનુભૂતિ કરવી દઉં
ચાલ તારા જીવન માં એટલી મીઠાશ ભરી દઉં
ભીનાશ ના આવે તારી આંખો માં કદી
ચાલ એટલી મીઠાશ ભરી દઉં
મતભેદો ની ત્રિજ્યા ઘટાડી સંબંધી નો વ્યાસ વધારી દઉં
ચાલ આજે ચોકલેટ ડે ના દિવસે
ચોકલેટ જેવા મીઠા સ્મરણો આપી દઉં
ચાલ તારા જીવન માં આજે મીઠાશ ભરી દઉં
🍬🍬🍬🍬🍬🍬
💦મિનાઝ વસાયા💦