કેમ આ જગત મને વેરી જેવું લાગે છે,
હરેક શબ્દ શૂળની જેમ વાગે છે,
નથી મોહ કશાનો રહ્યો હવે મને;
બસ હૈયું એક તને જ માંગે છે,
દિવસે શાંત રહેતા કાળજાને કેમ સમજાવું ?
રોજ રાતે તારાજ રટણે જાગે છે,
મૌનની દીવાલો રોજ નબળી પડતી જય છે;
ચીસોની તિરાડ થી ભરાયેલી ઈંટો ભાંગે છે.
Arzoo.