હથેળી પર બનતાં નિશાન પરથી જાણો નસીબમાં સંઘર્ષ છે કે સફળતા
સામુદ્રિકશાસ્ત્ર અનુસાર દરેક વ્યક્તિની હથેળીમાં તેના જીવનના લેખા-જોખા હોય છે. જેને બ્રહ્માનો લેખ પણ કહેવાય છે. હસ્તરેખા અને તેના પરના ચિન્હોના આધારે જન્મકુંડળી પણ બનાવી શકાય છે. હથેળીમાં રહેલી દરેક રેખા અને ચિન્હોના શુભ તેમજ અશુભ ફળ પણ હોય છે. તો આજે જાણીએ કે એવા કયા ચિન્હો છે જેની હથેળીમાં હાજરી ચિંતાનો વિષય બની શકે છે.
– હથેળીમાં આડી-ઊભી રેખાઓથી જ્યારે જાળ જેવું નિશાન બને છે તેને શુભ માનવામાં નથી આવતું. આ નિશાન જો ગુરુ પર્વત એટલે કે તર્જની આંગળી પર હોય તો તે વ્યક્તિને ધન સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ધર્મ કર્મમાં તેમની આસ્થા ઓછી હોય છે. જો શુક્ર પર્વત એટલે કે અંગૂઠાની નીચે આ નિશાન હશે તો તેને ગુપ્ત પ્રેમ સંબંધ થવાની સંભાવના રહે છે.
હથેળીમાં ચોકડીનું નિશાન પણ અશુભ માનવામાં આવે છે. તે ચોકડી જે બે રેખાથી બનતી હોય છે તેનો પ્રભાવ પણ ઘટાડી દે છે. જો વિવાહ રેખા પર આ નિશાન હોય તો વૈવાહિક જીવનમાં સુખની ઊણપ રહે છે. જો જીવન રેખા પર આ નિશાન બનતું હોય તો તે જીવન પર ઘાતનો સંકેત કરે છે.
– હથેળીની જે પણ રેખા પર ટાપુનું નિશાન બનેલું હોય છે તેનાથી તે રેખાનો પણ શુભ પ્રભાવ નષ્ટ થઈ જાય છે. મસ્તિષ્ક રેખા પર આ નિશાન હોય તો તેનું મન હંમેશા વિચલિત રહે છે. ચંદ્ર પર્વત પર આ નિશાન હોય તો તે જાતકને જળથી સંકટનું સંકેત સમજવું. આ નિશાન શુક્ર પર્વત પર હોય તો તે વ્યક્તિનો પ્રેમ સફળ રહેતો નથી. તેમજ તેને યૌન રોગ થવાની પણ શક્યતા વધી જાય છે.
– વિવાહ રેખા, ચંદ્ર પર્વત અને મંગળ પર્વત પર ગોળ નિશાન બનતું હોય તો તેને પાણીથી ઘાત થઈ શકે છે. તેમજ વૈવાહિક સુખમાં પણ સમસ્યા થઈ શકે છે. જો કે શનિ અને ગુરુ પર્વત પર આ નિશાન શુભ ફળ આપે છે.
– ભાગ્ય રેખા પર ત્રિભુજનું નિશાન હોય તો તે ભાગ્યમાં બાધક બને છે. આવા લોકોને જીવનમાં સફળતા માટે અત્યંત સંઘર્ષ કરવો પડે છે. જો તે વિવાહ રેખા પર હોય તો તેનાથી લગ્નમાં વિલંબ થઈ શકે છે. તદ ઉપરાંત કોઈપણ રેખા જો બે ભાગમાં ફંટાતી હોય તો તેને પણ શુભ માનવામાં નથી આવતું.