તને કઈ રીતે સમજાવું ખબર નથી પડતી
કારણ કે..... તું હવે મોટો થઈ ગયો
તને કઈ રીતે કહું તો સમજીશ, ખબર નથી
કારણ કે.... તું હવે મોટો થઈ ગયો
તને મનાવવા શુ કરું તો માને, ખબર નથી
કારણ કે....તું હવે મોટો થઈ ગયો
તારી જાત ને બંધ કોચલા માં પુરી છે તેને બહાર કાઢવા શુ કરવું ખબર નથી પડતી
કારણ કે....તું હવે મોટો થઈ ગયો
મારી વાત તારા દિલ દહેલીઝ ને ક્યારે ખોલશે ખબર નથી મને હું શું કરું....
કારણ કે.... તું હવે મોટો થઈ ગયો
તારું કોઈ પોતાનું જ આટલી કરી શકે ફિકર
તે તું સમજ કારણ કે તું એના થી મોટો તો ક્યારેય નહીં થઈ શકે જે તારી જનેતા છે...