Ardhanarishvara When The Ultimate Man Became Halfwoman
ભગવાન શિવને આ કારણોસર ધારણ કરેલું અર્ધનારીશ્વરનું રૂપ, આ છે રહસ્ય
ભગવાન શિવની પૂજા સદિઓથી કરવામાં આવી રહી છે પણ આ વાત ઘણાં ઓછા લોકો જાણે છે કે ભગવાન શિવનું એક બીજુ સ્વરૂપ છે અર્ધનારેશ્વર. ખરેખરતો, ભગવાન શિવે આ સ્વરૂપ તેમની ઈચ્છાથી ધારણ કર્યું હતુ. આ અર્ધનારેશ્વરનાં સ્વરૂપ દ્વારા લોકોને સંદેશો આપવા માંગતા હતા કે સ્ત્રી અને પુરુષ સમાન છે. તો આવો જાણીએ કેવી રીતે ભગવાન શિવે અર્ધનારાશ્વરનું સ્વરૂપ ધર્યું અને શા માટે આ સ્વરૂપ ધારણ કરવું પડ્યુ.
સ્ત્રી-પુરૂષની સમાનતા માટે છે અર્ધનારેશ્વર
ભગવાન શંકરનાં અર્ધનારેશ્વર અવતારમાં આપણે જોઈએ છીએ કે ભગવાન શિવનું અડધુ શરીર સ્ત્રી અને અડધુ શરીર પુરૂષનું છે. આ અવતાર મહિલા અને પુરુષ બન્નેની સમાનતાનો સંદેશ આપે છે. સમાજ, પરિવાર તથા જીવનમાં જેટલું મહત્વ પુરૂષનું છે. એટલું જ સ્ત્રીનું પણ છે. એક બીજા વિના તેમનું જીવન અધુરુ છે, તે બન્ને એક બીજાને પૂર્ણ કરે છે.
કેમ ધારણ કર્યો ભગવાન શિવે અર્ધનારેશ્વરનો અવતાર
શિવપુરાણ મુજબ સૃષ્ટિમાં પ્રજાની વૃદ્ધિ ન થતા બ્રહ્માજીનાં મનમાં ઘણા સવાલો થવા લાગ્યાં, ત્યારે તેમણે મૈથુની સૃષ્ટિ ઉત્પન્ન કરવાનો સંકલ્પ કર્યો. પણ ત્યાં સુધી ભગવાન શિવે નારિઓનો કુળ ઉત્પન્ન ન્હતો થયો, ત્યારે બ્રહ્માજીએ શક્તિ સાથે શિવને પણ સંતુષ્ટ કરવાં માટે તપસ્યા કરી.
બ્રહ્માજીની તપસ્યાથી પરમાત્મા શિવ સંતુષ્ટ થઈને અર્ધનારેશ્વર સ્વરૂપ ધારણ કરી તેમની સામે ગયા અને તેમના શરીરમાં સ્થિત દૈવી શક્તિનાં અંશને પૃથક કરી દીધો. ત્યાર પછી બ્રહ્માજીએ તેમની ઉપાસના કરી. તેમની ભક્તિથી પ્રસન્ન થઈને શક્તિએ તેમની ભૃકુટિનાં મધ્યથી તેમની સમાન ક્રાંતિ વાળી એક અન્ય શક્તિની સૃષ્ટિ કરી જેમને દક્ષ પ્રજાપતિના ઘરે પુત્રીનાં સ્વરૂપમાં જન્મ લીધો.
અર્ધનારેશ્વર સ્વરૂપથી ભગવાને સંદેશ આપ્યો છે કે સમાજ તથી પરિવારમાં મહિલાઓને પણ પુરુષો સમાનજ આદર અને પ્રતિષ્ઠા મળે. તેમની સાથે કોઈ પ્રકારનો ભેદ-ભાવ ન કરવામાં આવે...