નિઃસ્વાસ હોય મારો ને અહેસાસ થાય તને,
ચાલ એવો સમન્વય કરીએ...
આંખ હોય મારી ને આંસુ વહી જાય તારા,
ચાલ એવો સમન્વય કરીએ....
શબ્દ હોય મારા ને અર્થો અંકાય જાય તને,
ચાલ એવો સમન્વય કરીએ....
નિજાનંદ હોય મારો ને સંતોષ થાય તને,
હાલ એવો સમન્વય કરીએ.....
આહલેક હોય મારી ને સમાધિ લાગી જાય તને,
ચાલ એવો સમન્વય કરીએ....