ખબર નથી કે મારા ચહેરા પર આટલી ચમક કેમ છે ?
તું જયારે કહે છે કે તારા ચહેરા માં એક નૂર છે ત્યારે હું વધારે નિખરી જાવું છું ! !
ખબર નથી કે દુર થી પણ તને જોઈ ને મારું હદય કેમ ધબકારા વધારી દે છે ?
તું જયારે મને જુવે છે ત્યારે ત્યારે અચાનક મારી બોલતી બંધ થઈ જાય છે ! !
ખબર નથી કે મિલાપ કર્યા વગર પણ તું આટલો નજીક કેમ છે ?
તું જયારે કહે છે કે તારી આંખો અણીયારી છે ત્યારે ત્યારે મને મારી આંખો પર પ્રેમ કેમ થઈ જાય છે ?
જીજ્ઞાશા પટેલ