જો હથેળીમાં બનતી હોય આવી રેખાઓ તો મળે છે વિદેશ જવાનો મોકો
હાથની રેખાઓમાં અનેક પ્રકારની નિશાનીઓ જોવા મળે છે. જેનાથી વ્યક્તિના વર્તમાન અને ભવિષ્ય વિશે આગાહી કરી શકાય છે. અનેક વ્યક્તિઓના મનમાં હમેંશા એક ઈચ્છા હોય છે કે તેને વિદેશમાં નોકરી મળે અને સારું એવું ધન કમાઈને સુખી થાય. અથવા તો એટલું કમાય કે વિદેશ ફરવા જાય. તમે વિદેશ જશો કે નહિં તે તમારી હથેળીની રેખા કહે છે. આમતો રેખાઓ બાર વર્ષે બદલાતી રહે છે. તેમ છતાં વર્તમાનની રેખાઓ પરથી નજીકના ભવિષ્ય વિશે ખ્યાલ મેળવી શકાય.
હસ્તરેખા અનુસાર અંગૂઠાની તદ્દન વિરુદ્ધમાં હથેળીનો ઉપસેલો ભાગ જે કાંડાના ભાગ તરફ આવેલો હોય છે તે ચંદ્રનો પહાડ કહેવાય છે. રેખાઓનું ત્યાં પહોંચવું વ્યક્તિને પરદેશ લઈ જાય છે.
હસ્તરેખા વિજ્ઞાન અનુસાર જો કોઈ વ્યક્તિની જીવનરેખાથી નિકળીને અન્ય રેખા ચંદ્રના પહાડ સુધી પહોંચતી હોય તો વ્યક્તિના જીવનમાં વિદેશ યોગ બને છે.બુધની આંગળી(છેલ્લી આંગળી) પરથી નિકળતી રેખા જો આ રીતે ચંદ્રના પહાડ પર જાય તો ફોરેન યોગ બને છે. એવી જ રીતે મંગળ કે રાહુના પહાડ પરથી નિકળતી રખા ચંદ્રના પહાડ પ જાય તો ફોરેન યોગ કહેવાય છે.
જો આપણી હથેળીમાં મત્સ્ય(માછલી)નું ચિહ્ન હોય તો આવી વ્યક્તિને વિદેશથી ધનલાભ મળે છે. ચંદ્રપર્વત પર મતસ્યનું ચિહ્ન વિદેશ યોગ બનાવે છે.
સૂર્ય રેખા દ્વારા બનતો વિદેશ યોગ ધંધાર્થે અથવા પિતા થકી પરદેશ લઈ જાય છે.
ચંદ્રના પહાડ પર બનતો અર્ધચંદ્રાકાર કે બનતી તેવી અર્ધવર્તુળ રેખા વ્યક્તિને પરદેશ લઈ જાય છે