Three Jyotishiy Measure Which Solve Your All Problems
શ્રીગણેશ અને માતા દૂર્ગાના 3 ઉપાય દૂર કરે છે, દરેક બાધા અને સમસ્યા!
અહીં જણાવવામાં આવેલાં જ્યોતિષ 3 ઉપાયોથી કુંડળીના ગ્રહ દોષ શાંત થઇ શકે છે અને આ દોષને કારણે આવી રહેલી બાધાઓ દૂર થઇ શકે છે.
1- કલૌ ચંડી વિનાયકો (કળયુગમાં શ્રી ગણેશ અને માતા દુર્ગા ખૂબ જ ઝડપથી સિદ્ધિ પ્રદાન કરે છે) તેમની પૂજાથી જલ્દી જ ફળ પ્રાપ્ત થાય છે. એટલે શ્રીગણેશ અને માતા દૂર્ગાની આરાધના કરવી.
2- નવાર્ણ મંત્રના 11 હજાર જાપ કરવાં તથા બે કન્યાઓને ભોજન કરાવડાવવું. કાર્યોમાં આવી રહેલી બાધાઓ દૂર થઇ શકે છે.
નવાર્ણ મંત્રઃ-ऊं ऐं क्लीं चामुंडायै विच्चे।
3- ગણપતિ ષડવિનાયકોના નામનો જાપ કરવો. સાથે જ, સાત દિવસ સુધી ગણેશજીની સામે શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવવો. પૂજન કરી 21 દૂર્વાને દરરોજ અર્પણ કરવી.
ષડવિનાયકોના નામઃ ऊं मोदाय नम:, ऊं प्रमोदाय नम:, सुमुखाय नम:, ऊं दुर्मखाय नम:, ऊं अविध्यनाय नम: ऊं विघ्नकरत्ते नम:
આ પાઠ દરરોજ 108 વાર કરવો. ત્યાર પછી 8 બ્રાહ્મણોને આઠમાં દિવસે ભોજન કરાવડાવવું.
સાવધાનીઃ-
-અહીં આપેલાં મંત્રોનો જાપ યોગ્ય ઉચ્ચારણની સાથે જ કરવો જોઇએ. નહિતો ઉપાય નિષ્ફળ થઇ શકે છે. જો મંત્રોનું ઉચ્ચારણ યોગ્ય રીતે નથી થઇ શકતું તો કોઇ બ્રાહ્મણથી આ મંત્રનો જાપ કરાવી શકો છો.
- પૂજન કરતી સમયે સાફ-સફાઈ, વિધિ અને સામગ્રીનું પૂર્ણ ધ્યાન રાખવું.
- તમારું આચરણ અને વિચાર પવિત્ર બનાવી રાખવું. અધાર્મિક કર્મોથી દૂર રહેવું.
-અહીં આપેલાં ઉપાયોની સાથે જ પરેશાનીઓ દૂર કરવા માટે વ્યક્તિગત પ્રયાસ પણ કરતાં રહેવું જોઇએ.