Simple Method Of Lakshmi Puja
કામનાપૂર્તિ માટે કરો આ વિધિથી લક્ષ્મીજીની પૂજા
શ્રીમહાલક્ષ્મીજીની મૂર્તિ પાસે જ પવિત્ર પાત્રમાં કેસરયુક્ત ચંદનથી અષ્ટદળ કમળ બનાવી તેની ઉપર કેટલાક રૂપિયા રાખો અને એકી સાથે બંનેની પૂજા કરો. સૌથી પહેલા પૂર્વ કે ઉત્તર તરફ મુખ કરીને આચમન, પવિત્રી ધારણ, માર્જન-પ્રાણાયામ કરી પોતાન ઉપર તથા પૂજા-સામગ્રી ઉપર નિન્મ પ્રમાણે મંત્ર વાંચીને જળ છાટો-
ऊँ अपवित्र: पवित्रो वा सर्वावस्थां गतोपि वा।
य: स्मरेत् पुण्डरीकाक्षं स बाह्याभ्यन्तर: शुचि:।।
उसके बाद जल-अक्षत लेकर पूजन का संकल्प करें-
સંકલ્પઃ-
ऊँ विष्णुर्विष्णुर्विष्णु: अद्य मासोत्तमे मासे कार्तिकमासे कृष्णपक्षे पुण्यायाममावास्यायां तिथौ.......... वासरे............गोत्रोत्पन्न: (ગોત્રનું ઉચ્ચારણ કરો) / गुप्तोहंश्रुतिस्मृतिपुराणोक्तफलावाप्तिकामनया ज्ञाताज्ञातकायिकवाचिकमानसिक सकलपापनिवृत्तिपूर्वकं स्थिरलक्ष्मीप्राप्तये श्रीमहालक्ष्मीप्रीत्यर्थं महालक्ष्मीपूजनं कुबेरादीनां च पूजनं करिष्ये। तदड्त्वेन गौरीगणपत्यादिपूजनं च करिष्ये।
એમ કહીને સંકલ્પનું જળ છોડી દો. પૂજા પહેલા નવી મૂર્તિની નીચે આપેલ રીતથી પ્રાણ-પ્રતિષ્ઠા કરો-
પ્રતિષ્ઠાઃ-
ડાબા હાથમાં ચોખા લઈ નિચે લખેલ મંત્રોને વાંચીને જમણા હાથથી એ ચોખાને મૂર્તિ ઉપર છોડતા જાઓ-
ऊँ मनो जूतिर्जुषतामाज्यस्य बृहस्पतिर्यज्ञमिमं तनोत्वरिष्टं यज्ञ समिमं दधातु। विश्वे देवास इह मादयन्तामोम्प्रतिष्ठ।।
ऊँ अस्यै प्राणा: प्रतिष्ठन्तु अस्यै प्राणा: क्षरन्तु च।
अस्यै देवत्वमर्चायै मामहेति च कश्चन।।
સર્વ પ્રથમ ભગવાન ગણેશનું પૂજન કરો. ત્યારબાદ કળશ પૂજાન તથા ષોડશમાતૃ(સોળ દેવીઓનું) પૂજન કરો. ત્યારબાદ પ્રધાન પૂજામાં મંત્રો દ્વારા ભગવતી મહાલક્ષ્મીનો ષોડશોપચાર પૂજા કરો.
ऊँ महालक्ष्म्यै नम:- આ નામ મંત્રથી પણ ઉપચારો દ્વારા પૂજા કરી શકાય છે.
પ્રાર્થનાઃ- વિધિપૂર્વક શ્રીમહાલક્ષ્મીની પૂજા કર્યા પછી હાથ જોડીને પ્રાર્થના કરો-
सुरासुरेंद्रादिकिरीटमौक्तिकै-
र्युक्तं सदा यक्तव पादपकंजम्।
परावरं पातु वरं सुमंगल
नमामि भक्त्याखिलकामसिद्धये।।
भवानि त्वं महालक्ष्मी: सर्वकामप्रदायिनी।।
सुपूजिता प्रसन्ना स्यान्महालक्ष्मि नमोस्तु ते।।
नमस्ते सर्वदेवानां वरदासि हरिप्रिये।
या गतिस्त्वत्प्रपन्नानां सा मे भूयात् त्वदर्चनात्।।
ऊँ महालक्ष्म्यै नम:, प्रार्थनापूर्वकं समस्कारान् समर्पयामि।
પ્રાર્થના કરીને નમસ્કાર કરો.
સમર્પણઃ- પૂજના અંતે कृतोनानेन पूजनेन भगवती महालक्ष्मीदेवी प्रीयताम्, न मम।
-આ વાક્યનો ઉચ્ચારણ કરી સમસ્ત પૂજા કર્મ ભગવતી મહાલક્ષ્મીને સમર્પિત કરો તથા જળ છોડો. ત્યારબાદ લક્ષ્મીજીની આરતી કરો.