"માતૃભાષા"
મીઠી મધુર ને મીઠી માતૃભાષા,
તે છે માતા અને માતૃભૂમિ ની પરિભાષા.
મધુર લય અને મીઠાં લહેકાવાળી,
કોયલના ટહુકાર સમી ભાષા છે ગુજરાતી.
માયા અને મમતા થી નીતરતી,
સ્નેહ અને આદરમા ભીંજવતી ગુજરાતી.
મીઠો આવકાર અને મળે જયાં સત્કાર,
શુદ્ધ સ્વરૂપમાં શુદ્ધ રણકાર તે છે ગુજરાતી.
શબ્દો માં સમૃદ્ધ અને વૈભવ માં પૂર્ણ,
અલંકારો થી શોભતી ભાષા છે ગુજરાતી.
દાદીની વાર્તા માં, ભાભો ઢોર ચારતા માં,
છૂપાયેલા સંસ્મરણો માં સરકતી ગુજરાતી.
માટીની ખૂશ્બુ અને વતનની મહેક માં,
"ગીતા"માણસાઈ ના દીવા બળે છે ગુજરાતી.