હ્રદયમહેલના કમાડ ખટખટાવતો પ્રિતમ,
આંખે અધુરા અરમાનો કોતરતો પ્રિયતમ,
તુ યાદોના ઓરડે આવી બારણુ ખખડાવે,
આંખે ચોધાર આંસુડાની વણજાર પ્રિયતમ,
મખમલી ભેટોના તીલસ્મી ખંજરો મોકલ્યા,
લાગ્યુ એવુ ? રડાવવાને કાજે જ પ્રિયતમ્,
ઘડીયે ન રહી શકાય એવો ચચરતો નશો,
તોય વેગડા કરી મુજથી દુર થયા પ્રિયતમ્,
ચાલતા હતા સંબંધો જેમ ઘડીયાળે કાંટો,
બંધ સમયનુ સગપણ રુસણુ લાગ્યુ પ્રિયતમ્,
-વિજય_vp❤