"નટરાજ નમોનમ: "...
પિનાક પાણિ , ત્રિપુરારી,ત્રિલોચન,
ત્રંબકેશ્વર, ત્રિભુવન પાલ,
તમે માં ભવાની ના ભરથાર,
મહેશ્વર ઉતારો ભવપાર. નટરાજ નમોનમ:
ત્રિશૂળ અને ડમરું ધારી,
ગંગા અને જટાધારી,
કંઠે સર્પાભૂષણ ધારી,
અંગે ભસ્મ લેપનધારી, નટરાજ નમોનમ:
રૂદ્રાક્ષ છે તમને બહુ પ્યારી,
તાન્ડવ તમારૂં નૃત્ય પ્યારૂ ,
કૈલાસ તમારૂં ભવન ન્યારૂ,
ઉમા ના પતિ નું રૂપ નિરાલુ. નટરાજ નમોનમ:
ગ્નાની,અને સાધક મહાન,
વિશ્વમાં તમે મહાકાલ,
નીલકંઠ ભોલે ભંડારી,
ભજે તમને સૌ નરનારી.
"ગીતા"હો જાયે સબ સુખાકારી.નટરાજ નમોનમ:...