ઘુવડ સાચે જ કે સપનામાં દેખાય તો શુકન થાય કે અપશુકન, જાણો અહિં
લક્ષ્મીજીનું વાહન ઘુવડ એવું પક્ષી છે જેના વિશે લોકોમાં અનેક ધારણાઓ પ્રવર્તે છે. આ પક્ષીને શુભ – અશુભ બંને ઘટનાઓ સાથે જોડીને જોવામાં આવે છે. ઘુવડ સામાન્યરીતે માત્ર રાત્રે જ જોઈ શકે છે તેમ માનવામાં આવે છે. તેથી તેને નિશાચર પક્ષી પણ કહેવાય છે. ઘુવડ દિવસે સૂવે છે અને રાત્રે શિકાર કરવા માટે નીકળે છે. ઘુવડ કોઈપણ સંકટ વિશે અગાઉથી જાણી શકે છે. તંત્રશાસ્ત્રમાં ઘુવડનું ખાસ મહત્વ છે, કેટલીક તાંત્રિક ક્રિયાઓમાં અગાઉ ઘુવડનો ઉપયોગ પણ કરવામાં આવતો.
ઘુવડની આંખ અંધારામાં વધારે જોઈ શકે છે. એક તારણ અનુસાર અંધારામાં માણસની આંખ જેટલું જોઈ શકે છે તેના કરતાં 100 ગણું વધારે ઘુવડ સહજ રીતે જોઈ શકે છે. ઘુવડની અન્ય એક ખાસ વાત પણ છે કે તે પોતાનું માથું 360 ડિગ્રી સુધી ફેરવી શકે છે. આ ઘુવડ અંગે અન્ય કેટલીક માન્યતાઓ પણ પ્રવર્તે છે. જાણી લો આજે તમે પણ આ માન્યતાઓ વિશે.
ઘુવડ અંગેની શુભ અશુભ માન્યતાઓઃ
– ઉડતું ઘુવડ જો ગર્ભવતી સ્ત્રીને સ્પર્શે તો તેને પુત્રી જન્મ થાય છે.
– જો ઘુવડ કોઈ રોગીને સ્પર્શ કરી જાય તો તે ઝડપથી રોગમુક્ત થઈ જાય છે.
– જો રાત્રે ઘુવડ જોવા મળે તો ધન હાનિનો સંકેત માનવામાં આવે છે
.
– સવારે ઘુવડનો અવાજ સાંભળવા મળે તો તેને શુભ માનવામાં આવે છે.
– જો ઘરના આંગણાં આવીને ઘુવડ મૃત્યુ પામે તો પરીવારમાં ક્લેશ થાય છે.
– જો વારંવાર ઘુવડ ઘર નજીક આવીને બેસતું હોય તો તેને પણ સંકટનો સંકેત સમજવો.
– પૂર્વ દિશા તરફથી ઘુવડનો અવાજ સવારે સાંભળવા મળે ત્યારે ધન પ્રાપ્તિ થાય છે.
– રાત્રે ઘુવડ કોઈ મકાનની અગાસી પર બેસીને બોલે તો ઘરમાં મૃત્યુ થવાનો સંકેત સમજવો.
– રાત્રે ઘુવડ ખાટલા પર બેસે તો તેના લગ્ન ઝડપથી નક્કી થાય છે
.
– ઘુવડ સામાન્ય રીતે હાથમાં આવતું નથી. પણ જો તેને પકડવામા આવે તો તે અશુભ ફળની પ્રાપ્તિ કરાવે છે.
જો ઘુવડ સપનામાં દેખાય તો તે શુભ અને અશુભ બંને સંકેત આપે છે
.
– જો સપનામાં ઘુવડ તમારી બાજુ આવતું દેખાય તો ધન લાભ થાય છે.
– જો સપનામાં ઘુવડ દૂર જતું દેખાય તો ઘરમાં આગ લાગવાનો કે ચોરી થવાનો સંકેત આપે છે.
આ સિવાય જો કે ઘુવડનો ઉપયોગ વાતાવરણ જાણવા માટે પણ કરવામાં આવતો. એવી માન્યતા છે તે ઘુવડની પાંખ જો સુકાવા લાગે તો તે પછીના થોડા જ દિવસોમાં તાપમાનમાં વધારો થાય છે. જો પાંખમાં નમી જોવા મળે તો વરસાદની સંભાવના હોય છે. જ્યારે તેની પાંખ એકદમ કડક થઈ જાય તો તેને ઠંડી પડવાનો સંકેત સમજવામાં આવે છે.