એ પ્રણયમય બાંકડો,જ્યાં રોજ બેસતા તું અને હું.
એકબીજાની લાગણીઓને આંખોથી ઓળખતા તું અને હું.
એકમેકની ગેરહાજરીમાં એકબીજાને કેવા યાદ કરતા તું અને હું.
મિલન વેળાએ બંનેના હૃદયમાં ઉત્સવ જામતો ત્યાં શૃંગારનું રસપાન કરતા તું અને હું.
સપનાઓ જોતા,ખબર હતી વિરહ થવાનો;છતાંય પ્રણય જીવંત રાખતા તું અને હું.
હવે તું નથી,છું તો ફક્ત હું; અને મારી યાદોમાં તું અને હું.
લિ.ભાવેશ રાવલ