પરસ્ત્રી સાથે સંબંધ બાંધશો તો, બીજા જન્મમાં ગધેડા સહિતના મળશે આવા અવતાર
તમે દરેક લોકો જાણો છો કે આપણા પુરાણોમાં જીવન, મૃત્યુ અને કર્મફળ અંગે વિસ્તારમાં જણાવવામાં આવ્યું છે અને આજે ભલે સમય કેટલો પણ કેમ બદલાઇ ગયો હોય પરંતુ આપણાને વિરાસત સ્વરૂપે મળેલા પુરાણ અને તેમા બતાવવામાં આવતા જ્ઞાનનો કોઇ મોલ નથી અને ન તો તેની કોઇની સાથે તુલના કરી શકાય છે. એવામાં જીવનમાં ક્યારેય કોઇપણ પ્રકારનો કષ્ટ ન થાય તેના માટે ગરુડ પુરાણમાં તમારા કામને યોગ્ય રાખવાની વાત કહેવામાં આવી છે. એવામાં ગરુ઼ડ પુરાણમાં આ વાત પણ જણાવવામાં આવી છે કે કોઇનાથી છલકપટ પુર્વક યૌન સંબંધ બનાવવાનું પરિણામ શુ હોય છે તો આવો જોઇએ.
– સૌથી પહેલા ગરુડ પુરાણમાં આ વાત કહેવામાં આવી છે કે પોતાની ગોત્રની મહિલાની સાથે યૌન સંબંધ બનાવનારા પુરૂષ આગામી જન્મમાં હેના બની જાય છે. જે એક જંગલી પ્રાણી છે. તેની સાથે એવું પણ કહેવામાં આવે છે કે પોતાની ગોત્રની યુવતી સાથે વિવાહ કરવા પર થનારા સંતાન સામાન્ય રીતે માનસિક કમજોર હોય છે કે પછી વિકલાંગ હોય છે.
– કહેવાય છે બાળ શોષણ અને બાળકોના યૌન શોષણ ન કરવા જોઇએ. કારણકે ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે બાળકોની સાથે સંભોગ કરના મનુષ્ય બીજા જન્મમાં અજગર બને છે.
– એવું પણ કહેવાય છે કે કોઇની સાથે દુષ્કર્મ કરનારા વ્યક્તિ માત્ર પૃથ્વીલોક પર જ નહીં પરંતુ સાંસારિક અપમાન સહન કરે છે અને સાથે જ તે તેના ઘણા વંશોને કલંકિત કરે છે. કહેવાય છે કે આવા વ્યક્તિને પરલોકમાં માત્ર પીડા સહન કરવી પડે છે અને તેનુ કુળ શ્રાપિત થઇ જાય છે.
– એવી મહિલાઓ જે તેમના પતિથી વધારે અન્ય કોઇ પુરૂષ સાથે યૌન સંબંધ બનાવે છે તો તે બીજા જન્મમાં બે મુખ વાળી નાગિન બને છે અને જો કોઇ પુરૂષ અન્ય મહિલા સાથે સંબંધ બનાવે છે તો તેની આત્મા સૂકા રણની જેમ તપતા લોકમાં તડપતી રહે છે.
– એવી પણ માન્યતા છે જે પુરૂષ તેમના ગુરુની પત્નીની સાથે સહમતિ કે જબરદસ્તીથી યૌન સંબંધ સ્થાપિક કરે છે તે લોકો બીજા જન્મમાં કાચીંડો બને છે.
– ગરુ઼ડ પુરાણમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે પોતાના મિત્રની પત્ની સાથે યૌન સંબંધ સ્થાપિત કરનારા પુરૂષ બીજા જન્મમાં ગધેડાનો જન્મ લે છે.