જો પરિવારમાં સ્ત્રી વધું દુઃખી રહેતી હોય તો આ હોઈ શકે વાસ્તુદોષ
વાસ્તુ શાસ્ત્ર એ સુખી રહેવાની અમોઘ ચાવી છે. તેનો સમજી વિચારીને કરેલો ઉપયોગ અનેક સમસ્યાઓમાંથી જાતે જ નિવેડો આપે છે. જો તમારા પરિવારમાં ઘરમી મુખ્ય સ્ત્રીને જો કષ્ટ રહેતું હોય કે ઉપાધિઓ કે ચિંતાઓ સતત રહેતી હોય તો ઘરમાં વાસ્તુદોષને કારણે પણ તે સંભવી શકે. આ ઉપાય અજમાવી જુઓ, તેનાથી આ ખાસ વાસ્તુદોષ શાંત થતાં જ પરિવારમાં ફરક પડશે
વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે જો ઘરમાં ત્રણ દ્વાર હોય કે સ્ત્રીને અનેક મુસીબતો અને દુઃખોનો સામનો કરવો પડે છે. સ્ત્રી તેમજ બાળકો માટે તે કષ્ટકારી નિવડે છે. એ માટે ઘરના પશ્રિમ ભાગ કરતાં પૂર્વ ભાગમાં વધું જગ્યા હોય તે હિતાવહ બને છે. તેનાથી દોષ દૂર થતાં જ સુખ આવી મળે છે. પણ જો ઘરમાં દક્ષિણ અગ્નિ અને પશ્રિમ વાયવ્યનો ભાગ ઓછો હોય તો પણ સ્ત્રીને અનેક બીમારીઓ થાય છે. જેમાં નારીને લગતાં રોગ, સમસ્યાઓ, માતૃસુખમાં ઓછપ, વિરહ કે પછી પડવા આખડવાની સમસ્યાઓ આવતી રહે.
વાયવ્યમાં પાર્કિંગ યોગ્ય ગણાય, પરંતુ અગ્નિમાં ચોકડી હોય તો પાણીની ટાંકી ત્યાં ન રખાય. ઓસરી પૂર્વી ઈશાનમાં સારી ગણાય.
ઘરને વિવિધ જગ્યાએ દ્વારહોય તો તેથી ઘરમાં અજંપો રહે. અંગત વ્યક્તિ ખરેખર પોતાની ન પણ હોય તેવું બને અને પરિવાર સાથે બેસી ને જમે તેવા સંજોગો ઓછા ઉભા થાય.
જો લિવિંગ રૂમ દક્ષિણ તરફ મુખ રાખીને બેસાય તેમ હોય તો આના કારણે યોગ્ય વાત અયોગ્ય સમયે કહેવાતા ઉગ્રતા આવી શકે. જેનાથી વાતાવરણ બગડે. પૂજા રૂમ યોગ્ય જગ્યાએ હોય તો પણ નાની નાની તણાવની સ્થિતિમાં રાહત રહે. ડાયનિંગ રૂમ પૂર્વમાં યોગ્ય ગણાય. જેનાથી માનસિક સમન્વય રહે અને પૂર્વ તથા ઉત્તરમાં આવેલા વધારે ઓપનિંગ હકારાત્મકઉર્જામાં વધારો કરે. ઘરમાં રહેવાનું ગમે.
રસોડું પણ યોગ્ય દિશામાં(અગ્નિ) હોય તો રસોઈ સ્વાદિષ્ટ બને અને નારીને તેનો ગર્વ પણ થાય. વૉશ બેસીન પૂર્વ કે ઉત્તરમાં ન હોય તો આત્મવિશ્વાસ ઘટાડે. ટોયલેટ યોગ્ય જગ્યાએ હોય તો તે સારું. દાદરો પણ યોગ્ય જગ્યાએ તેમજ બેડરૂમનું સ્થાન અને સુવાની સ્થિતિ બંને યોગ્ય હોય તો લાભ મળે અને ઘરને સકારાત્મક ઉર્જાને મળે. વ્યક્તિનો ઘર પર પ્રભાવ રહે.
આમ હોવા છતાં જો ઘરમાં સ્ત્રીને અશાંતિ રહેતી હોય તો ઈશાનમાં પાંચ તુલસી અને સાત હજારી, ઉત્તરમાં કમળ, વાયવ્યમાં બે બીલી, પશ્ચિમ નૈઋત્યમાં સેવન, પૂર્વ અગ્નિમાં ચંદન વાવી દેવા જોઈએ. ઘરમાં ગુગળ ચંદન, મટ્ટીપલનો ધૂપ કરવો. શિવલિંગ પર પાણી, દૂધ, પંચામૃત, ચોખા, બીલીપત્રથી અભિષેક કરવો. મહામૃત્યુંજયના મંત્રો બોલવા. સૂર્ય ને જળ ચડાવવું. વડીલોને સન્માન આપવું.
આમ કરવાથી મહદ અંશે વાસ્તુદોષમાંથી છૂટકારો મળે છે. ઘરમાં સ્ત્રી પ્રફૂલ્લિત હોય તો ઘરનું વાતાવરણ પણ પ્રફૂલ્લિત હોય છે.