ઓઢી પાનેતર પિયર નું લીધું માથે ઘરચોળું લાલ
છે પાનેતર મર્યાદા પિયર ની એમાં રંગ સંસ્કાર
લાલ ઘરચોળે છે સમય મર્યાદા લેવાની વિદાય
શ્રુગાર સજેલ આવવાની જોવે પિયુ જી રાહ
માંડવે આવી ને પિતા મનોમન હરખાય
ચુકી ગયો ધબકાર પિતા માતા દે કન્યાદાન
સ્નેહ સમજણ ના લીધા વચન રાખી હાથમાં હાથ
ઊર્મિઓ છલકે જઈ જીવવું પિયુ સંગાથ
ઓઢી મર્યાદા બન્ને ઘરની થઈ રહી વિદાય
સાચવજો લાજ બેટા કહે પિતા માથે મૂકી હાથ
હર્ષા દલવાડી તનુ