#loveprison #lovequotes #loveshayari
❣️ love prison ❣️
તારા પ્રેમ ની કટોરી સાચવી ને છુપાવી છે
એ એક ચોરી મેં પણ કરી છે
મારી ઊંઘ ને તારી પાંપણે ચોરી છે
એ એક ફરિયાદ મેં પણ કરી છે
શ્વાસ ની લીટી ને અકબંધ બાંધી છે
એ બંદી મેં પણ કરી છે
પ્રેમભરી યાદો ને બખોલ માં પુરી છે
એ જામીનગીરી મેં પણ કરી છે
ટૂંક માં, તું મારા જીવન ની કડી છે
એ કેદ ને આજીવન મેં પણ ફરમાવી છે