જય મહાદેવ સૌને...
તો થઇ જાય સરળ શબ્દોમાં બીજા"વેદ"
"યજુર્વેદ"નું જ્ઞાન...???
....#.....યજુર્વેદ....#....
(ભાગ-૧)
યજુર્વેદ પરિચય :-
"યજુ અર્થાત યજ્ઞ..."
હિંદુ ધર્મના મૂળ વેદો પૈકીનો બીજો વેદ છે,જે ગદ્ય શૈલીમાં લખાયેલા મંત્રોનો બનેલો છે. યજુર્વેદમાં યજ્ઞ કરતી વખતે યજ્ઞવેદીની સામે બેસીને બ્રાહ્મણ જે મંત્રો બોલે છે
તેવા મંત્રોનું અને વિવિધ યજ્ઞો કરવા માટેના વિધિ-વિધાનનું સંકલન છે.
યજુર્વેદનો રચનાકાળ ઈ.સ.પૂર્વે ૧૨૦૦થી ૧૦૦૦ની આસપાસમાં રચવામાં આવ્યો હોવાનું મનાય છે.
યજુર્વેદમાં વિધિઓનું વર્ણન કરવામાં આવ્યુ છે.સાથે સાથે ધાર્મિક અનુષ્ઠાનોને વિધિવત રીતે કરવાની સમજ અને રીતો બતાવવામાં આવી છે.યજુર્વેદ માં 40 અધ્યાય છે,યજુર્વેદની ભાષા પદ્ય અને ગદ્ય બંને છે.આ વેદની મુખ્ય બે શાખા છે:-
(1) કૃષ્ણ યજુર્વેદ(2) શુક્લ યજુર્વેદ.
આ સિવાય"રાજસૂય"અને"વાજપેય"જેવા મહાન યજ્ઞોનું વિવરણ પણ છે.યજ્ઞો અને વિધિઓ સિવાય આ વેદમાં "તત્વજ્ઞાન"નું પણ વર્ણન કરવામાં આવ્યુ છે.
તત્વજ્ઞાન એટલે "રહસ્યમય જ્ઞાન".
બ્રહ્મ,આત્મા,ઈશ્વર અને પદાર્થ જ્ઞાન.
👉 ચાર વેદોમાં ઋગ્વેદ પછી યજુર્વેદ નું સ્થાન છે.
આ"यजु:"શબ્દનાં ઘણા અર્થ થાય છે,પણ મુખ્ય અર્થ"યજ્ઞ"થાય છે.
પાણિનિમુનિ એ"यज्ञ"ની ઉત્પત્તિ"यज्"= યજન કરવું ધાતુથી બતાવી છે.
બ્રાહ્મણગ્રંથોમાં"यजु:"ને"यज्"ધાતુ સંબંધિત બતાવ્યું છે.
આ રીતે यजु:,यज् અને"यज्ञ"ત્રણેય શબ્દો એકબીજાનાં પર્યાય બને છે.
આ રીતે યજ્ઞમંત્રો દ્વારા પરમજ્ઞાન આપતો ગ્રંથ તે યજુર્વેદ.
👉 યજ્ઞનું વાસ્તવિક સ્વરૂપ:- યજ્ઞ"અહિંસાત્મક"છે :-
યજુર્વેદનાં મંત્રો યજ્ઞનું પ્રતિપાદન કરનારા છે.
આથી જ,પ્રાચીન ભારતની યજ્ઞ સંસ્થાઓનાં પરિચય અને યજ્ઞ સંબંધી અધ્યયન માટે યજુર્વેદને મહત્વ આપવામાં આવ્યું છે.
👉યજ્ઞની બે ધારાઓ(પ્રકાર )છે.
એક,યજ્ઞનું સનાતન રૂપ જેનાથી આ સૃષ્ટિ ઉત્પન્ન થઇ અને બાદમાં સૃષ્ટિનું પોષણ અને પરિવર્તન થતું રહ્યું છે.
બીજું,યજ્ઞનું લૌકિક સ્વરૂપ જે સંકલ્પપૂર્વક કરવામાં આવે છે જેમ કે અગ્નિહોત્રાદિ યજ્ઞો.
આ લૌકિક યજ્ઞનું મૂળ સૂત્ર એ છે કે,પોતાના અધિકારમાં રહેલી વસ્તુને દેવકાર્ય અથવા લોકકલ્યાણ માટે સમર્પિત કરી દેવું.
👉 યજ્ઞનું પ્રતિપાદન કરનારા યજુર્વેદનાં મંત્રોમાં કોઈ જગ્યા એ યજ્ઞમાં"હિંસા/પશુવધ/પશુબલિ"કરવાનું કહેવામાં આવ્યું નથી કારણ કે,
યજ્ઞ ને"अध्वरः"=હિંસા રહિત કહેવામાં આવ્યાં છે.
પરંતુ કેટલાક વિદ્વાનોએ યજુર્વેદનાં મંત્રોના અમુક શબ્દોનાં અર્થ જુદી રીતે રજુ કરીને યજ્ઞને હિંસાયુક્ત બતાવ્યા છે,જે સર્વથા અયોગ્ય છે,અવૈદિક છે.અને આના આધારિત યજ્ઞો પણ થાય છે,જેને યજ્ઞ કહી જ ન શકાય.
👉 યજુર્વેદનાં મંત્રોનું સ્વરૂપ :
👉 યજ્ઞ સંબંધિત યજુર્વેદનાં મંત્રો ગદ્ય સ્વરૂપમાં છે.ગદ્ય એટલે ચોક્કસ શબ્દોની બાંધણી વગરનું.આથી જ યજુર્વેદનાં મંત્રો ને"गद्यात्मको यजु:"/"अनियताक्षरावसानो यजु:"
જેમાં અક્ષરોની સંખ્યા નક્કી નથી,એવું એટલે કે છંદોનાં બંધારણ વગરનું એવા કહેવામાં આવ્યા છે.
👉જો કે ગદ્યાત્મક સ્વરૂપ હોવા છતાં યજુર્વેદમાં ઋગ્વેદનાં ૬૬૩ મંત્રો યથાવત રહેલાં છે.
આ ઉપરાંત,શુક્લ યજુર્વેદનો ૪૦મો અધ્યાય એટલે કે ઈશાવાસ્યોપનિષદનાં ૧૭ મંત્રો પણ પદ્યાત્મક છે.
👉 યજુર્વેદની બે પરંપરા –
કૃષ્ણ યજુર્વેદ અને શુકલ યજુર્વેદ.
👉 યજુર્વેદનાં મુખ્ય ઋષિ વૈશમ્પાયન છે,વૈશમ્પાયને તેમનાં શિષ્યોને યજુર્વેદનું અધ્યયન કરાવ્યું હતું.
યજુર્વેદની બે પરંપરા છે – બ્રહ્મ સંપ્રદાય અથવા કૃષ્ણ યજુર્વેદ અને આદિત્ય સંપ્રદાય અથવા શુક્લ યજુર્વેદ.
બ્રહ્મ સંપ્રદાયમાં એટલે કે"કૃષ્ણ યજુર્વેદ"પરંપરામાં યજુર્વેદનાં વેદમંત્રો ઉપરાંત યજુર્વેદનાં બ્રાહ્મણગ્રંથો નો સમાવેશ કરવામાં આવ્યો છે.
આદિત્ય સંપ્રદાયમાં એટલે કે"શુક્લ યજુર્વેદ"પરંપરામાં બ્રાહ્મણ ગ્રંથો ના મિશ્રણ વગરનાં માત્ર યજુર્વેદનાં વેદમંત્રો ને જ સંહિતામાં સ્થાન આપવામાં આવ્યું છે.
શુકલ યજુર્વેદ સંહિતાનાં ગ્રાથાનકર્તા વૈશમ્પાયનનાં શિષ્ય "યાજ્ઞવલ્ક્ય"છે.યાજ્ઞવલ્ક્ય વાજસનેય ઋષિનાં સંતાન હોવાથી શુકલ યજુર્વેદ સંહિતા ને“વાજસનેયી સંહિતા” પણ કહેવામાં આવે છે.
👉યજુર્વેદનાં આ બે ભાગો અંગે આચાર્ય મહિધરે શુકલ યજુર્વેદ પર ભાષ્ય લખતાં પહેલાં ભૂમિકામાં પ્રાચીન આખ્યાન વર્ણવ્યું છે.....
.........(ક્રમશઃ)...