કેમ શિવજીના નંદીના કાનમાં કહેવામાં આવે છે મનોકામના
કહેવાય છે કે ભગવાન પાસેથી કોઈ પ્રાપ્તિ જોઈતી હોય તો તેમના વાહનના કાનમાં કહેવું જોઈએ. આથી જ ગણેશજીની પાસે દર્શાવવામાં આવતી મનોકામના તેમના વાહન મૂષકના કાનમાં કહેવામાં આવે છે. તેવી જ રીતે ભોળાનાથ મહાદેવ પાસે દર્શાવવામાં આવતી મનોકામના નંદીના કાનમાં કહેવામાં આવે છે. આમછતાં આ વિશે ઘણાં ઓછા લોકોને ખબર હોય છે કે આખરે આવું કેમ?
આવો જાણીએ આ પાછળ ક્યું કારણ હોય છે.
માન્યતાઓ અનુસાર વર્ષોથી ચાલી આવતી પરંપરા પાછળ એક પ્રચલિત માન્યતા છે. એટલું તો સૌ જાણે છે. જ્યાં ભગવાન શિવ બિરાજમાન હોય છે ત્યાં તેમના ગણમાં જેની ગણના થાય છે તે શિવજીનું વાહન નંદી પણ બિરાજિત હોય છે. આમછતાં અમે તમને બતાવીએ છીએ કે આખરે શિવજીના ભક્ત એના કાનમાં ધીરેથી પોતાની ઈચ્છાઓ જણાવે છે.
એક પૌરાણિક કથા અનુસાર શ્રીલાદ મુનિએ બ્રહ્મચર્યનું પાલન કરતાં જીવનભર તપમાં જીવન વ્યતિત કરવાનો નિર્ણય લીધો હતો. પોતાના પુત્રના આ નિર્ણયથી તેના પિતા બહુ પરેશાન થઈ ગયા હતા. તેઓ ઈચ્છતા હતા કે તેમનો વંશ વેલો આગળ વધે. તેમણે પુત્ર શ્રીલાદને સમજાવ્યું કે વંશ આગળ વધે તે માટે ગૃહસ્થજીવન અપનાવવું જોઈએ. આમછતાં તપમાં લીન રહેવા ઈચ્છતા શ્રીલાદ તેમ કરવા તૈયાર ન હતા. તેથી સંતાનની કામના માટે તેમણે ભોળાનાથને પોતાના તપથી પ્રસન્ન કરીને તેમની પાસેથી જન્મ અને મૃત્યુના બંધનથી મુક્ત પુત્રનું વરદાન માંગ્યું. ભગવાન શિવ તેમની કઠોર તપસ્યાથી પ્રસન્ન થયા અને તેમને પુત્રના રૂપે પ્રગટ થશે તેવા આશીર્વાદ આપ્યા. કેટલાંક સમય પછી ભૂમિ ખેડતી વખતે શ્રીલાદને એક બાળક મળ્યું. જેનું નામ તેમણે નંદી રાખ્યું. જ્યારે ભગવાન શંકરે આ બાળકને મોટો થતાં જોય તો તેમણે મિત્ર અને વરુણ નામના બે મુનિ શ્રીલાદના આશ્રમમાં મોકલ્યાં, આ બંને નદીને જોઈને ભવિષ્યવાણી કરી કે આ નંદી અલ્પાયુ થશે.
જ્યારે નંદીને પોતાના ઓછા આયુષ્ય વિશે જાણ થઈ ત્યારે મહાદેવની આરાધના કરીને મૃત્યુ પર જીત મેળવવા તે વનમાં ચાલ્યા ગયા. ત્યાં જઈને સદા શિવનું ધ્યાન શરૂ કરી દીધું. ભગવાન શંકર નંદીના તપથી પ્રસન્ન થઈ ગયા અને તેને વરદાન આપી દીધું કે નંદી તું મૃત્યુ અને ભયથી હમેંશા હમેંશા માટે મુક્ત છે. હું તને અજર અમર દેવાનું વરદાન આપું છું.
એ પછી દેવોના દેવ મહાદેવ માતા પાર્વતીની સંમતિથી તમામ ગણો, ગણેશ અને વેદોની સમક્ષ ગણોના અધિપતિના રૂપમાં નંદીનો અભિષેક કરાવ્યો એ પ્રકારે નંદી માંથી તે નંદેશ્વર બન્યા.
પૌરાણિક કથાઓ અનુસાર પછી મરુતોની પુત્રી સુયશા સાથે તેમના વિવાહ થયા. કહેવાય છે કે શિવજીએ નંદીને વરદાન આપ્યું હતું કે જ્યાં તેમનો નિવાસ હશે ત્યાં નંદી પણ હમેંશાં બિરાજમાન રહેશે. તેથી દરેક શિવ મંદિરમાં શંકર ભગવાનની સામે જે નંદીને પોઠીયા તરીકે સ્થાપિત કરવામાં આવે છે
.
નંદીના કાનમાં જે વાત કહેવામાં આવે છે પરમાત્મા શિવ સુધી અચૂક પહોંચે છે. તે મનોકામનાની પૂર્તિ થાય છે.